વડોદરા મહાનગરપાલિકાની માલિકીના ટીપી સ્કીમ 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ના પ્લોટ પર પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાની બાબત સામે આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પાલિકાએ યુસુફ પઠાણને રૂ. 5.60 કરોડની કિંમતના પ્લોટ પરનાં દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે. જમીન પર દબાણના મામલે યુસુફ પઠાણ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. આ અંગે જજ સંગીતા વિશેનની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બીજા પક્ષમાંથી સાંસદ બનતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. વાણી સ્વાતંત્ર્યનો હક પણ ઓથોરિટી અમુક અંશે તેની પર અંકુશ મૂકી શકે છે, જેમાં ધાર્મિક લાગણીઓ ઘવાતી હોય, સંભાવના જોખમાતી હોય.
ગુજરાત હાઇકોર્ટે વડોદરા મહાનગર સેવા સદન પાસેથી જવાબ માંગ્યા છે.